ચોમાસાની વર્તમાન સિઝનમાં આ વખતે ૪૫.૬૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૪૧.૯૫ ટકા વરસાદ નોંધાયો હતો અને તમામ ૩૩ જિલ્લામાં સરેરાશ કરતાં ૧૦૦% વધુ વરસાદ પડયો હતો.જોકે હજી પણ કેટલાક ભાગોમાં વરસાદ યથાવત છે. ત્યારે આજે અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. અમરેલીના ખાંભા, બાબરા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરુ થયો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે પવન સાથે ત્રાટકેલ વરસાદના કારણે રાજુલા સ્ટેટ હાઈવે પર વીજળી પડતા કેટલાક વૃક્ષ ધરાશાયી થયા હતા. અચાનક પડેલા વરસાદના કારણે લોકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક માસથી અવિરત વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો છે. મગફળી, કપાસ, અડદ, મગ તમામ પાક લીલા દુકાળમાં ધોવાઇ ગયો છે. મેઘરાજાએ તો ખેડૂતોનો બચેલો પાક પણ ધોઇ નાખ્યો હતો. ખાંભા તેમજ ગામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડવાથી ખેતીના પાક ને ભારે નુકશાન પહોંચ્યું હતું અને ગામ્ય વિસ્તારના વાડી ખેતરોમાં પાણી ભરાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -