ગુજરાતમાંથી વરસાદ વિદાય લઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જાફરાબાદના સરોવડા ગામે ધોધમાર વરસાદ પડ્યો.આ ઉપરાંત સરોવડા,કંથારીયા, બારપટોળી,ભટવદરમાં વરસાદ પણ વરસાદ પડ્યો હતો. સરોવડામાં તો ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સરોવડા, કંથારીયા, બારપટોળી અને ભટવદર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું છે અને ઠેર-ઠેર પાણી ભરાયા ગયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. વરસાદે જાણે પુરા વર્ષ રહેવાનું નકકી કરી દીધુ હોય તેમ એક દિવસનાં વિરામ બાદ ફરી વરસાદ ઓચિંતો ખાબકી પડે છે. ત્યારે હજુ માંડ ખેડુતો ખેતરે કામે લાગે ત્યાં ફરી પાછો વરસાદ ખાબકી જાય છે. ત્યારે હવે લોકો ખરેખર થાયકા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -