છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

admin
1 Min Read

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

(File Pic)

પાટણના સિધ્ધપુર, રાજ્યના પાટનગર ગાંધીનગર અને ખેડાના કપડવંજમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ખેડાના કઠલાલ, પાટણના સરસ્વતી, બનાસકાંઠાના દાતીવાડા અને દાહોદના ફતેપુરામાં સવા ઇંચ થી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

(File Pic)

આમ, 24 કલાકમાં રાજ્યના 17 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં હાલ 18 રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં 2 સ્ટેટ હાઇવે પણ બંધ છે. તેમાં જામનગર અને પોરબંદરના સ્ટેટ હાઈવે બંધ છે. આ ઉપરાંત 1 આંતરિક રસ્તો પણ બંધ છે.તો પંચાયતના 15 રસ્તાઓ બંધ થયા છે. જેમાં રાજકોટના 3, જામનગરમાં 1, જૂનાગઢમાં 3 અને પોરબંદરના 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

Share This Article