સુપરસ્ટાર રજનીકાંતને કરાશે સમ્માનિત, 50માં IFFIમાં કરાશે સમ્માનિત

admin
1 Min Read

સુપરસ્ટાર રજનીકાંતને ગોવામાં યોજાનાર 50માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સમ્માનિત કરવામાં આવશે. આ અંગેની જાહેરાત સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, અભિનેતા રજનીકાંતને આઈકોન ઓફ ધ ગોલ્ડન જુબલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રજનીકાંતને આ પુરસ્કાર સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન બદલ આપવામાં આવનાર છે. આ એવોર્ડ અંગેની જાહેરાત બાદ અભિનેતા રજનીકાંતે પણ ભારત સરકારનો આભાર વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ હતું. ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહની સ્વર્ણ જયંતિ પર મને આપવામાં આવેલ આ પ્રતિષ્ઠિત સમ્માન માટે હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું. પ્રશંસકોએ પણ પોતાના આ ફેવરેટ અભિનેતાને એવોર્ડ આપવાની જાહેરાતનું સ્વાગત કર્યું અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે રજનીકાંતના ટ્વિટર પર કમેન્ટ કરતા તેમને પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યા. મહત્વનું છે કે, આ વખતે આ ફિલ્મ ફેસ્ટિવલ 20 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.

Share This Article