રાજકોટ : ફોરેસ્ટની બેદરકારીથી 1.50 લાખ કિલો ઘાસ વરસાદમાં પલળી ગયું

admin
1 Min Read

કોટડાસાંગાણી પંથકમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દોઢ લાખ કિલો ઘાસ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ ઘાસનો જથ્થો ખુલ્લા સ્થળ પર જ મુકી દેવામાં આવ્યો હતો. ચોમાસું શરૂ થયું છતાં આ ઘાસને ઢાંકવામાં નહીં આવતા વરસાદમાં પલળી ગયું છે. જેના કારણે પશુપાલકોને નુકસાન થશે. ખેડૂતો અને માલધારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે,

આ ઘાસ પલળવા માટે જવાબદાર કોણ? બીજી તરફ ખેડૂતોની જણસો માટે જે શેડ બનવા જોઈએ તે બનતા નથી સામે પશુઓના ખોરાક માટે ગોડાઉનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી. ભારતીય કિસાન સંઘના દિલીપભાઇ સખિયાએ જણાવ્યું હતું કે, તંત્રે તાત્કાલિક ધોરણે ખેડૂતો, પશુઓ અને ગ્રામ્ય લોકોની પ્રાથમિક વ્યવસ્થામાં થોડુંક ધ્યાન આપવું જોઈએ જેથી ગામડાંઓનો અને પશુપાલન વિકાસ સરળતાથી થઇ શકે.

Share This Article