રાજકોટ : ઉપલેટાનાં મેનબજારમા ચોરનો તરખાટ

admin
1 Min Read

ઉપલેટાનાં મેનબજારમા ચોરનો તરખાટ જોવા મળી રહ્યો છે. કટલેરી બજારમાં બેથી ત્રણ દુકાનોમાં ચોરી થયો બનાવ સામે આવ્યો છે. મળતી વધુ માહિતી અનુસાર ઉપલેટાના કટલેરી બજારમાં કપડાની દુકાનોમાં ચોરી કરતો ચોરનો વિડીયો CCTV  કેમેરામાં કેદ થયો છે. ચેહરા પર રૂમાલ બાંધીને ચોર ચોરી કરતો જોવા મળી રહ્યો છે. જેમાં બે થી ત્રણ દુકાનોમાંથી રોકડ રૂપિયાની ઉડોતરી કરવામાં આવી હતી. આ મામલે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત 638 તો મંદિરોમાં જ ચોરી, લૂંટ થઇ છે. રાજ્યમાં ચોરી, લૂંટ, ઘાડના કિસ્સા વધી રહ્યાં છે. ચોરોને હવે પોલીસ પ્રશાસનનું કોઈ જ ડર રહ્યો નથી. લોકો હવે તો દિવસે પણ ચોરી ન થઇ જાય એના કારણે બહાર ફરવા જવામાં પણ ભય અનુભવે છે. કારણ કે, ચોરો હવે દિન દહાડે ચોરી કરી રહ્યા છે. તેવામાં  ઉપલેટાનાં મેનબજારમાં ચોરી થતા આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.  પોલીસ આ અંગે કેટલી ઝડપે કામ કરશે તે હવે જોવાનું રહ્યું.

 

Share This Article