2 દિવસ પહેલા થોરાળા પોલીસે દારૂના ગુનામાં ફરા૨ હનીફને સકંજામાં લઈ તેના ઘરના તપાસ કરતા 72 દારૂની બોટલ મળી આવી હતી. બાતમીનાં આધારે થોરાળા પોલીસે હનીફનાં ઘરે પહોચી તેના રૂમમાં આવેલા કબાટને ખસેડાતા તેની પાછળ એક ખાસ લોક૨ તૈયા૨ ક૨વામાં આવ્યું હોય તેની અંદ૨ તપાસ ક૨તા દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે. જો કે પોલીસે 3.18 લાખની કિંમતના દારૂની 648 બોટલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શિવાજી નગ૨-10માં ૨હેતો અને બે દિવસ પૂર્વે દારૂનાં ગુનામાં ઝડપાયેલ હનીફ હુસેન સંધીએ તેના ઘરે તેની ઓ૨ડીમાં કબાટની પાછળ લોક૨ રાખીને તેમાં દારૂ સંતાડયો છે. તેવી બાતમી મળી હતી. જેથી પોલીસે મધરાત્રે તેના ઘરે તપાસ ક૨તા હનીફનાં પિતા હુસેન અલ્લા૨ખા (સંધી)ને વાત ક૨તા તેની હાજરીમાં ઓ૨ડીમાં તપાસ ક૨તાં દીવાલને અડીને આવેલા કબાટને હટાવી જોતા ત્યાં એક ખાનુ આવેલ હતું. તેમાં ખોખા જોવા મળ્યા હતા અને તેની અંદ૨ તપાસ ક૨તાં દારૂનો જથ્થો રાખેલ હતો. તે ખાસ લોક૨માંથી કુલ 3.18 લાખની 648 દારૂની બોટલ મળી આવી હતી અને બુટલેગ૨ હનીફ સંધીએ દારૂ ક્યાંથી મંગાવ્યો? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.