રાજકોટ : મનપાની તમામ વિગતો હવે આંગળીના ટેરવે, મેયર ડેશબોર્ડનો પ્રારંભ

admin
2 Min Read

રાજકોટમાં મેયર ઓફિસ ખાતે મેયર દ્વારા ડેશબોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આ ડેશબોર્ડમાં 18 વોર્ડની તમામ કામગીરી, પાણી, સફાઈ સહિતની જાણકારી એક ક્લિકથી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, મનપાના અધિકારીઓએ મેયર ડેશબોર્ડને ગાંધીનગર CM ડેશબોર્ડ સાથે સરખાવ્યું હતું.રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટેનું એક અત્યંત મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. જેમાં હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે તેઓ દ્વારા મેયર ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય આવ્યો છે. જેના અનુસંધાને મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે “મેયર ડેશબોર્ડ”નું શુભારંભ કરવામાં આવ્યું હતું.

મેયર ડેશબોર્ડને કુલ ચાર વિભાગમાં વહેચવામાં આવ્યા આવ્યા છે જેમાં -ટેક્સ કલેક્શનની વિગત, -જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટની વિગત -કોલ સેન્ટરમાં નોંધાયેલ ફરિયાદોની વિગત-મહાનગરપાલિકાના બજેટની વિગત, ટેક્સ કલેક્શનની વિગત, સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની વિગત સામેલ છે આ અંગે મેયરે જણાવ્યું હતું કે, ડિજીટલ યુગમાં લોકો વધુને વધુ ઓનલાઇન સુવિધા અને સેવા માંગે છે. ફરિયાદ નિકાલ સાથે નાગરિકનો ફિડબેક ખૂબ મહત્વનો હોય છે. આ વ્યવસ્થામાં નાગરિકે નોંધાવેલી ફરિયાદનો નિકાલ થાય અને જે તે કર્મચારી કે અધિકારી કોલ સેન્ટરની સિસ્ટમમાં પોતાનો રિપોર્ટ રજુ કરવામાં આવશે. અને કોઇ વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ ફરીયાદના બારોબાર નિકાલ કરી શકે નહીં.

Share This Article