રાજકોટ : રાજકોટની ‘અંબા’ ઇટલીની નાગરિક બનશે, ‘ત્રણ મહિના પછી માતાપિતા મળશે

admin
2 Min Read

દુનિયાભરમાંથી જેના શ્વાસ માટે પ્રાર્થના અને દુઓ થઈ રહી હતી તે રાજકોટની ‘અંબા’ ટૂંક સમયમાં ઇટલી પહોંચશે. સવા વર્ષ પૂર્વે નિર્દયી રીતે તરછોડાયેલ ‘અંબા’ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી અંબાને નવજીવન મળે તે માટે સંપૂર્ણ સ્વસ્થ તેને બચાવવાના ખર્ચ માટે સહાયનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિર્દયી જનેતાએ તરછોડેલી લાંબી સારવાર બાદને બચાવી લેવાઇ હતી. ત્રણ મહિનાની બને કાઠીયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. અંબા નામ આપનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અવાર નવાર હોસ્પિલમાં બાળકીની હાલત જોવા જતાં અને જયારે કાઠિયાવાડ બાલાશ્રમમાં ‘અંબા’ને લાવવામાં આવી ત્યારે પણ હજુ અંબાને રમાડવા આવે છે. સૌ કોઇની લાડકવાયી અંબાને માતાની મમ્તા અને પિતાનો પ્રેમ મળશે.

છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોનાને સાથે કરેલી ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રોસીઝર કરવામાં આવી. જેમાં ઇટલીના એક દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં આ બાળકી ઇટલી પહોંચશે. સ્પેશિલ નિડરાની કેટેગરીમાં અંબા મુકવામાં આવી હતી. થોડા સમયથી ચાલતી દત્તક લેવાની કાર્યવાહી પુરી થઇ ચુકી છે. ગુંથર નામના દંપતીની ‘અંબા’ દીકરી બનશે. ખુશીની વાત એ છે કે આ પહેલા અગાઉ પણ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બની. કાઠિયવા બાલાશ્રમના સુપ્રિટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હૉસ્પિટલમાંથી જ્યારે વ્હાલસોયી દીકરીને પરિવાર મળશે. અંબા શારિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે સવા વર્ષની આ બાળકી થઈ છે અને હવે નિરાળી અને સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમ 350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે

Share This Article