રાજકોટ : બસ સ્ટેન્ડ પડેલા ખાડામાં ફસાઈ એસ ટી બસ

admin
1 Min Read

વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજય સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ ખાડાઓના કારણે સામાન્ય લોકો તો હેરાન થાય જ છે પરંતુ સરકારી વાહનોને પણ પારાવાર નુકસાન થયા છે. રાજકોટ એસટી સ્ટેન્ડમાં પડેલા ખાડામાં એસટી બસ જ ફસાઈ ગઈ હતી. વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજય સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ ખાડાઓના કારણે સામાન્ય લોકો તો હેરાન થાય જ છે પરંતુ સરકારી વાહનોને પણ પારાવાર નુકસાન થયા છે. રાજકોટ એસટી સ્ટેન્ડમાં પડાયેલા ખાડાઓને કારણે એસટી બસ જ ફસાઈ ગઈ હતી. વોલ્વો બસ ફસાતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. અમદાવાદ ડિવિઝનની એસટી બસ ફસાઈ હતી. કલાકો વિત્યા હોવા છતાં બસને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.

Share This Article