રાજકોટ : ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની જીભ લપસી

admin
1 Min Read

ગઈકાલે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજીને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. લલિત વસોયા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓની જીપ લપસી હતી. તેમણે ગાંધીજીની જન્મ જ્યંતીને ગાંધીજીની પુણ્યતિથિ ગણાવી હતી. વસોયાએ કહ્યું હતું કે, ‘આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીજીની 150મી પુણ્યતિથિ નિમિત્તે…’ કહી ભાંગરો વાટ્યો હતો. ધારાસભ્ય હોવા છતાં એમને એ ખબર નથી કે આ કાર્યક્રમ જન્મજયંતીનો છે કે પુણ્યતિથિનો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકો લલિત વસોયાની આ ભૂલની હાંસી ઉડાવી રહ્યાં છે.

Share This Article