રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને બહારપુરા રબાની નગર ગુલઝાર પાર્ક નાં રહેતા લોકો તથા અન્ય વિસ્તારોમા ઘણાં સમય થી ગંદકી સાફ સફાઈ કાદવ કીચડ રોડ રસ્તા ઓ લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કાદવ કીચડ ગંદકી રોડ રસ્તા ઓ લઈને મહેમાનો પણ આવતાં ડરે છે શાળા એ જતાં બાળકો તથા મહીલા ઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે છેલ્લા ઘણાં વર્ષો થી રહેતાં લોકો નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ઓ પુરી પાડવામા ઠાગાઠૈયા કરી રહ્યા છે ધોરાજી નાં જેતપુર રોડ જમનાવડ રોડ સ્ટેશન રોડ જુનાગઢ રોડ જેવાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળયા છે ત્યારે નાનાં મોટાં અકસ્માતો છાસવારે બનતાં હોય છે અને લોકો ને પારાવાર તકલીફ વેઠવાનો વારો આવ્યો છે અવારનવાર અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી લોકો ને આંદોલન કરવા પડે છે તંત્ર નાં જવાબદાર અધિકારી ઓ ને રજુઆતો કરવા છતાં રાજકીય આગેવાનો કોન્ટ્રાકટરો નગરપાલિકા નાં હોદદારો સદસયો ને ખબર હોવાં છતાં આંખ આડા કાન કરી બેઠા છે અને ધોરાજી સ્લમ વિસ્તારમાં રહેતા લોકો પર કિન્નાખોરી રાખવામાં આવે છે એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ બાબતે ડેપ્યુટી કલેકટર ને નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર ને ધ્યાન દોરવા છતાં રજુઆત કરવા છતાં કુંભ કર્ણ ની નિંદ્રા સુતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે રોડ રસ્તા કાદવ કીચડ ગંદકી નું સામ્રાજ્ય ખડકાયેલુ હોવાથી રોગ ચાળો વકર્યો છે જેથી સ્થાનિક લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -