રાજકોટ : જીલ્લાના ધોરાજીમાં જોવાં મળી ધુમ્મસ વર્ષા

admin
1 Min Read

એક તરફ રાજ્યમાં કોરોનાએ પોતાનું રૂપ બદલ્યું છે. તો બીજી બાજું વાતાવરણે પણ પોતાનો રંગ બદલ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ વધી જતા ધુમ્મસ છવાયુ હતુ. આ સાથે અમુક સ્થળોએ ઠંડો પવન પણ ફુંકાયો હતો. આ.દરમ્યાન આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને અનેક સ્થળોએ સવારે ધુમ્મસ સાથે ઠંડો પવન પણ ફુંકાયો હતો

 

ધોરાજીમાં  વધુ એક વખત ગાઢ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. વહેલી સવારે આકાશમાંથી અતી ઘેરી ધુમ્મસ જમીન પર ઉતરી આવી હતી. આ ઘેરી ઝાંકળના કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જણાવી દઈએ કે થોડા દિવસથી રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. જેમાં જેતપુર અને જામકંડોરણા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે આ વરસાદી ઝાપટાથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. જેમાં ખેડૂતોને ઉનાળુ તલ, મગ અને અડદના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાય હતી.

Share This Article