ઉપલેટાના નવાપરા યુવા ગ્રુપ દ્વારા ત્રણ દિવસ સુધી બાપુના બાવલા ચોકે ઘરે ઘરે વકરેલ ડેગ્યુના રોગ સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટાની જાહેર જનતાને આ ઉકાળો ભૂખ્યા પેટે લેવામાં આવે તે રીતે આયોજન કરાયું હતું. તેમજ આ ઉકાળો ત્રણ દિવસ લેવો જરૂરી હોવાથી ત્રણ દિવસનો કોષૅ પૂર્ણ કરવામાં આવે તો ચોક્કસ વકરતા ડેન્ગ્યુ સામે રક્ષણ મળશે આથી જાહેર જનતાને આનો લાભ લેવા નવાપરા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકે પણ ઉકાળાનો લાભ લીધો હતો અને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પુવૅ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા તેમજ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ઉપલેટાના લોકોએ પણ લાભ લીધો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -