ઉપલેટામાં આહિર સમાજની વાડીમાં તાજેતરમાં ચૂંટાયેલા પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકનો ઉપલેટા તાલુકા ભાજપ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલુકા ભાજપ તેમજ યુવા ભાજપ તથા આર.એસ.એસ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ તેમજ જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા તેમજ ઉપલેટા તાલુકાના ગામના સરપંચ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રાજશીભાઈ હુંબલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા તેમજ જયંતિભાઈ ઢોલ, ડીકે સખિયા, હરીભાઈ ઠુંમર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, જયેશભાઈત્રિવેદી, ઈન્દ્રજીત ચુડાસમા, હરીભાઈ ઠુમર,રાજાભાઈ સુવા,રણુભા જાડેજા, તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -