Connect with us

રાજકોટ

રાજકોટ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 5 લોકોના મોત, 3 દર્દીઓ બેડ પર જ જીવતા ભૂંજાયા

Chintan Mistry

Published

on

રાજ્યમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાની ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટમાં આ ગોઝારી ઘટના બની છે. જ્યાં શહેરના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે જેને સારવાર અર્થે ખસેડાયો છે.

આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી સાથે જ મનપા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગની દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જેમાંથી 3 દર્દીઓ તો બેડ પર જ જીવતા ભૂંજાયા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય  26 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બીજીબાજુ આ ઘટના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે આ ઘટના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હતુ એટલે સેફ્ટીના સાધનોનો અભાવે દૂર્ઘટના થઈ હોય તેવુ નથી લાગતુ. યોગ્ય તપાસ બાદ ચોક્કસ દોષિતો સામે પગલા લેવાશે. તપાસ રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત

દુ:ખદ : રાજકોટમાં 6 મહિનાથી રુમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત

Chintan Mistry

Published

on

રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરાયેલા 3 ભાઇ-બહેન 10 વર્ષથી એક જ રૂમમાં બંધ હતા. જેમને રાજકોટના એક સાથી સેવાભાવિ ગ્રુપ દ્વારા બારણુ તોડીને બહાર કઢાયા હતા. ત્યારે શહેરમાં ફરી એક વખત સાથી સેવા નામની સંસ્થાએ ઘરના રુમમાં છેલ્લા 6 મહિનાથી કેદ એક યુવતીને છોડાવી હતી.

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ ઘરમાં પુરાયેલી યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરી છોડાવીને સારવાર માટે ખસેડી હતી. જોકે આ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 6 મહિનાથી એક રુમમાં બંધ 25 વર્ષીય અલ્પા સેંજપાલ નામની યુવતી સીએનો અબ્યાસ કરતી હતી.

છેલ્લા એક સપ્તાહથી તેણે કંઈ ખાધુ-પીધુ ન હોવાથી તે કોમામાં સરી પડી હતી. જે અંગેની જાણ થતાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. ત્યારે યુવતીની આ હાલત પાછળ તેના માતા-પિતા અને પરિવાર જવાબદાર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

યુવતી જે હાલતમાં મળી આવી હતી તે રુમમાં આજુબાજુમાં યુરીન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યા હોવાથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઈ રહી છે. હાલ આ મામલે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ પોતે ફરિયાદી બનવા તૈયાર હોવાનુ જણાવ્યુ હતું અને તેઓ જરુર પડે તો યુવતિના માતા-પિતા સામે પોલીસ ફરિયાદ પણ કરવા તૈયાર હોવાની વાત કરી હતી.

Continue Reading

ગુજરાત

રાજકોટના ડેપ્યુટી મ્યુનિ કમિશનરે ગંદકી ફેલાવનારાઓને દંડો લઈને સમજાવ્યા

Chintan Mistry

Published

on

રાજકોટમાં સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહ સવારે હોકી લઈને રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો. જોકે આ રીતે જાહેરમાં લોકોને હોકીના દંડાની બીક બતાવી સમજાવવા કેટલા અંશે યોગ્ય છે?

ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહે જણાવ્યું હતું કે, અમુક લોકો અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવાની વાત અનેક વખત કહેવા છતાં સમજતા નથી. તાજેતરમાં એક રેંકડીધારકે મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર હુમલો પણ કર્યો હતો. સમાજમાં તમામ પ્રકારના લોકો રહેતા હોય છે. અમુક લોકોના કારણે ઘર્ષણ થાય છે તે અટકાવવા અને આવા લોકોમાં ધાક રહે તે માટે હાથમાં લાકડી કે હોકી હોવી જરૂરી છે. મહત્વનું છે કે ગત મહિને પણ ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ હોકી લઈને રાજમાર્ગો પણ નિકળ્યાં હતાગત મહિને ડેપ્યુટી કમિશર એ.આર.સિંહે ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડો બતાવી 44 હજારનો દંડ કર્યો હતો.

Continue Reading

ગુજરાત

ગોંડલમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, આગ લાગતા વાહનોમાં થયો જોરદાર વિસ્ફોટ

Chintan Mistry

Published

on

રાજકોટના ગોંડલના બિલીયાળા પાટિયા પાસે શનિવારેવહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગતા વાહનો બળીને ખાખ થયા હતા.

આગ લાગતા વાહનોમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેનો અવાજ સાંભળી અફરાતફરી મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, રાજકોટના ગોંડલના બીલીયાળા પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને બાદમાં બંન્ને વાહનોમાં આગ લાગી હતી.

આગ એટલી ભયાનક હતી કે બંન્ને વાહન બળીને ખાખ થઇ ગયા હતા. કપાસ ભરેલી ટ્રક અને i10 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત પછી બંને વાહનોમાં આગ લાગતા વાહનોમાં ભયંકર વિસ્ફોટ પણ થયો હતો. કારમાં લાગેલી આગમાં 3 મહિલાઓ જીવતી ભૂંજાઇ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ગોંડલ પાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ તેમજ 2 ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે બન્ને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતને લીધે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

 

Continue Reading
બજેટ 202148 mins ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ1 hour ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત2 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ3 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત7 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ9 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ10 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.