રાજકોટ : ધોરાજી ટેકાના ભાવે ચાલતા ઘઉં ખરીદ કેન્દ્ર પર ગેરરીતિ થતી હોવાની બાબતને લઈ સર્જાઈ બબાલ

admin
1 Min Read

રાજકોટના ધોરાજી ટેકાના ભાવે ચાલતા ઘઉં ખરીદ કેન્દ્ર પર ગેરર્રીતી થતી હોવાની બાબતને લઈ બબાલ થઇ હતી જેમાં ગોડાઉન મેનેજર દ્વારા ગેરરીતી આચરતા હોવાની ફરિયાદ કરતા ખેડૂતોએ કરી હતી. જેમાં નાયાકીય વહીવટ કરી અને જાણીતા અને પોતાના મળતિયાઓનો વહેલો વારો લઇ લેવાતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

જુનાગઢના ડી.એસ.ઓ.ના ફોનથી બે ટ્રેક્ટર ઉતાર્યા હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. નાયાકીય વહીવટથી વહેલો વારો લીધેલ હોવાની વાતને લઇ ખેડૂતો અને કેન્દ્ર પરના કર્મચારી બબાલ થતા ધોરાજી મામલતદાર ખરીદ કેન્દ્ર પર દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Share This Article