રાજકોટ : જેતપુરનું ભેડાપીપળીયા કોરોના મુક્ત ગામ, 100 ટકા વેકસીન યુક્ત ગામ,

admin
2 Min Read

જેતપુર તાલુકાનું ભેડા પીપળીયા પ્રથમ એવું ગામ બન્યું છે કે જ્યાં રહેતા તમામ લોકોએ વેક્સિન મુકાવી છે. ભેડા પીપળીયા ગામની વસ્તીની વાત કરવામાં આવે તો ગામમાં 850 લોકોની વસ્તી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવટ કરતા આખરે આ ગામમાં રહેતા 18+ની વય ના તમામ લોકોએ વેક્સિન મુકાવી છે કોરોના ની ત્રીજી લહેર શરૂ થાય તે પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વેક્સિનેશનની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છે….તેના જ કારણે હવે વેક્સિનેશન થયેલા ગામડાઓના આંકડા સામે આવ્યા છે.

જે મુજબ બે જેટલા ગામો એવા છે કે જ્યાં 100% વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ થવા પામી છે. પાંચ જેટલા એવા ગામો છે કે જ્યાં 90% થી લઈ 95% જેટલું વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ થવા પામી છે. જ્યારે કે 13 ગામડાઓ એવા છે કે, જ્યાં વેક્સિન ની કામગીરી 80% થી લઈ 85% સુધી પહોંચી છે. તો બીજી તરફ 20 ગામડાઓ એવા છે કે જ્યાં વેક્સિન ની કામગીરી 70% થી લઇ 80% સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં ગામડાઓમાં વેક્સિન ની કામગીરી 100% સુધી પહોંચે તે માટે જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે. તો સૌથી મહત્વની વાત કે, ગ્રામ્ય વિસ્તારોમાં 18+ ઉંમર ની વ્યક્તિ ને જે વેક્સિન આપવામાં આવી રહી છે તે બાબતે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Share This Article