રાજકોટમાં આજથી ત્રીજા તબક્કામાં કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સિનિયર સીટીઝનને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ કોરોના વેક્સીન લીધી હતી. વેક્સીન લીધા બાદ રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુની સ્વામીએ જણાવ્યું હતું કે, ‘કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. હાલ જયારે સમગ્ર વિશ્વના લોકો જ્યારે વેકસીનની પ્રશંસા કરતા હોય ત્યારે રાજકોટના દરેક નાગરિકે વેકસીન અચૂક લેવી જ જોઈએ. મને ગઈકાલે CM વિજય રૂપાણીએ પણ ફોન કરીને કહ્યું હતું કે સંતો પણ વેક્સીનનો લાભ લે, ત્યારે આજે BAPSના ત્રણ સંતો સહિત લોકોએ લીધી છે. હું દરેક લોકોને અપીલ કરું છું કે તેઓ કોરોનાથી બચવા અવશ્ય વેક્સિન લગાવે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
