રાજકોટ : એનસીપીની ટીમે વાવાજોડાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી

admin
1 Min Read

એનસીપીની ટીમેતૌકતે વાવાજોડાથી અતિ પ્રભાવિત વિસ્તાર રાજુલા – જાફરાબાદ ગામડાઓ વિસ્તારો ની મુલાકાત લીધી હતી જેમાં રેશ્મા પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ સંદીપ ડોબરીયા , રવિ શુક્લ , મહિલા ટિમ હેતલ યાદવ , પ્રગતિ રાવલ , નરસિ ભાઈ , રવિ મોરી સહીતનાઓએ આ વિસ્તારો ની મુલાકાત લીધી હતી…અને લોકોની આપવીતી જાણી હતી. આ દરમિયાન રેશમા પટેલે જણાવ્યું હતું કે અહીના લોકો લાઈટ પાણી વગર હેરાન છે , મકાનો ધરાશાયી છે સાથે સાથે લાઈટ ન હોવાથી અનાજ દળવા અને પીવાના પાણી ની ભારે મુશ્કેલી છે અમુક ગામડાઓ મશીન થી અનાજ દળવાની ઘંટીઓ ચલાવે છે

જેથી થોડી ઘણી મુશ્કેલી નિવારી શકાય છે. Geb સ્ટાફ કાર્યરત છે પણ હજુ સરકારે પ્રાથમિકતા આપી એ દિશા માં જલ્દી બધું સરખું થાય એ માટે પગલાં ભરવા આવશ્યક છે , ગરીબ ખેડૂત મજદૂર ને જે નુકસાન થયું એ માં સહાય ની રકમ વધારી ચોક્કસ નીતિ ઘડવી જરૂરી છે, જેથી સહાય જલ્દી અને યોગ્ય હાથ માં પહોંચે. અને અમો પણ સરકાર ને રજુઆત કરીયે છીએ કે સહાય માત્ર કાગળ ઉપર ના રહે લોકો સુધી પહોંચે એ માટે નેનો જોન કરી અધિકારીઓ ની નિમણુંક કરી નીતિનિયમોં સરળ કરી યુદ્ધ ના ધોરણે કામ ગિરી શરૂ કરે…

Share This Article