બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થતા NSUI દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. NSUIના કાર્યકર્તાઓ દ્વારા ડોકટરનો પરીવેશ ધારણ કરી વિરોધ પ્રદર્શીત કરવામા આવ્યો હતો. બેરોજગાર યુવાનને રોજગારી ન મળતા અનોખો વિરોધ નોંધાવવામા આવ્યો હતો. શિક્ષિત યુવાનોએ ફુગ્ગા, ખારી સિંગ, દાળિયા અને પાણીની બોટલો અને ન્યુઝ પેપરનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો.ઉલેખનીય છે કે બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થયા બાદ વિદ્યાર્થીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે ભરતીની નવી તારીખો એક મહિનામાં જાહેર કરવામાં આવશે. આ સાથે બિન સચિવાલ ક્લાર્ક માટે વધુ 1500 જગ્યા એટલે કે કુલ 5000 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ સાથે શૈક્ષણિક લાયકાત અંગે જે સુધારો કરી સ્નાતક વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -