રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું , કોરોના વચ્ચે ગરમીનો વધ્યો ત્રાસ

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારી વચ્ચે વાતાવરણમાં હવે કાળઝાળ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. તેવામાં રાજકોટમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને આંબી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે એકબાજુ લોકડાઉન ચાલી રહ્યું છે, કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં બીજીબાજુ હવે ગરમીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે.

રાજકોટની જનતાએ સવારથી જ સુર્ય દેવતાનાં પ્રકોપથી ભારે ગરમીનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં ૪૧  ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૬  ડિગ્રી નોધાયુ હતું. બપોરના સમયે તો અગ્નિવર્ષા થતી હોય તેવું લાગે છે. તો પવનનો વેગ ૨૧  કિલોમીટર પ્રતિ કલાકમાં જોવા મળ્યો હતો. ગરમીના વધુ પડતા પ્રમાણથી લોકો ત્રાસી ગયા હતા. જેના કારણે લોકો બહાર નીકળવાનું ટાળીને ઘરમાં રહેવાનું પસંદ કરતા હતા.

Share This Article