રાજકોટના જેતપુર રોડ બનાવવાનું કામ છેલ્લા કેટલાક સમયથી ગોકળ ગતિની માફક ચાલી રહ્યુ છે. જેને લઈને વેપારીઓ તેમજ સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આખરે વેપારી એસોસીએસન દ્વારા દ્વારા રોડનુ ચાલતુ કામ બંધ કરાવવામાં આવ્યુ હતું. સ્ટેન્ડ ચોકથી લઈને બોખલા દરવાજા સુધી નગરપાલિકા દ્વારા રોડ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામા આવેલ છે. ત્યારે સ્ટેન્ડ ચોક પાસેથી છેલ્લા એક મહીનાથી રોડ ખોદીને ગોકળગતીયે રોડનુ કામ કરવામા આવી રહ્યુ છે. આ રોડ પર આવેલ દુકાનદારોને નવરા ધુપ બેસી રહેવાનો વારો આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં દીવાળીના તહેવારો નજીકમાં હોવાથી વેપારીઓ દ્વારા એવી માંગ કરવામા આવી છે કે કાં તો દીવાળી પહેલા રોડનુ કામ પુરૂ કરો થવા રોડ બનાવાનુ બંધ કરો. આ માંગ સાથે વેપારીઓ દ્વારા કોન્ટ્રાકટ્રર દ્વારા ચાલતુ કામ બંધ કરાવવામાં આવ્યુ હતું. વેપારીઓ દ્વારા રોડનું કામ બંધ કરો…બંધ કરોના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તેમજ વહેલી તકે વેપારીઓને પડતી મુશ્કેલી દુર કરવાની માગ કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -