રાજ્યમાં અનેક વકત જુથ અથડામણની ઘટના સામે આવતી હોય છે, જેમાં બે કોમના લોકો નજીવી બાબતે ઝગડો કરી બેસે છે અને પછી લોહીયાળ જંગ ખેલાય છે. આવી જ વધુ એક જુથ અથડામણની ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટ જિલ્લાના વિંછીયામા એક જ સમાજના બે ગ્રુપ વચ્ચે મારામારીનો બનાવ બનવા પામ્યો છે. જે સમગ્ર મામલાના વિડીયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. જે ઘટનાને લઈ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા દ્વારા પત્રકાર પરિષદ રાખવામા આવી હતી. પત્રકાર પરિષદમા બલરામ મિણાએ જણાવ્યુ હતુ કે, વિંછીયામા બુધવારના રોજ સાંજના ચાર વાગ્યે એક જ સમાજના બે ગ્રુપના સભ્યો વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો. પોલીસે ગણતીરીની મિનીટોમા ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. મારામારીના બનાવમા 10થી વધુ જેટલા લોકોને ઈજા પહોંચી છે. જે પૈકી પાંચ લોકોને રાજકોટ સારવાર માટે ખસેડવામા આવ્યા છે. તો કેટલાંક ઈજાગ્રસ્તોને બોટાદ સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -