ધોરાજીમાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના ડામર રોડમાં ધોરાજીના જેતપુર રોડ,ઉપલેટા રોડ, જમનાવડ રોડ, જામકંડોરણા રોડની હાલત તદ્દન બિસ્માર થઇ જવા પામી હતી રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહયા હતા જે પ્રશ્ને નેતાઓએ ચૂપકીદી સેવી લેતા અંતે અખબારોએ પ્રજાનો અવાજ બની બિસ્માર રોડ રસ્તા ના અહેવાલો પ્રસિદ્ધ કરતા આખરે તંત્રને રેલો આવી જતા તેમણે રોડ રસ્તા નું કામ ફરીથી શરૂ કર્યું હતું.કોન્ટ્રાક્ટર દ્વારા ધોરાજીના જમનાવડ રોડ પર ડામર રોડનું કામ શરૂ કરાતા તે કોન્ટ્રાકટર દ્વારા રોડની સાઈઝ ટૂંકી કરી નાખવામાં આવતા હોબાળો મચ્યો હતો. આસપાસમાં રહેતા લોકોને ડામરની કામગીરી અને મટીરીયલ નબળું જણાતાડામર કામ થતું અટકાવી દીધું હતું.જમનાવડ રોડ ના રહીશોએ ચાલી રહેલ ડામર કામ અટકાવી દીધા બાદ ટોળા સ્વરૂપે ધોરાજી પ્રાંત કચેરી ખાતે જઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.