રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજઇ હતી. શહેરની સેન્ટ્રલ ઝોનની કચેરી ખાતે મેયર ડો.પ્રદીપ દવના અધ્યક્ષ સ્થાને આ બેઠક યીજવામાં આવી હતી. જે બોર્ડની શરુઆત થતા જ કોંગ્રેસ કોર્પોરેટરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો કમર બોર્ડમાં મોઢે અલગ અલગ સૂત્ર લ

ખેલા માસ્ક ધારણ કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે રાજકોટમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોના સાચા આંક આપવામાં આવે, આ પ્રકારના માસ્ક સાથે કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં વિરોધ નોંધાવામાં આવ્યો હતો. જનરલ બોર્ડમાં શરુઆત જ ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાએ બોર્ડમાં પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકોટમાં દરરોજ કેટલું પાણી આપવામાં આવે છે. જે મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ગરમાગરમી સર્જાઈ હતી. જે દરમિયાન કોંગી નેતાઓ મનપા કમિશ્નરને આંગળી ચીંધતા મુદ્દો વધુ ગરમાયો હતો. જ્યારે ઠોસ સમય માટે તડાફડી સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે હવે રાજકોટ મનપામાં માત્ર ચાર જ કોર્પોરેટરો છે.
