ધોરાજીમા દિવસને દિવસે કોરોના મહામારી લોકોને ભરડા લઈ રહી છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો પણ જોવા મળે છે ત્યારે આ કોરોના સંક્રમિત થયેલ દર્દીઓની યુનીવીટી એટલે તંદુરસ્તી સારી રહે તે માટે ધોરાજીના માન બિલ્ડરના વિપુલભાઈ તથા હરકીશનભાઈ માવાણી અને કે પી માવાણી દ્વારા આજરોજ હોસ્પિટલમા સંતરા તથા તરબૂચનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરાજી સરકારી હોસ્પિટલના દર્દીઓને વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું. આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ તથા હોસ્પિટલ સ્ટાફ તથા માન બિલ્ડરના વિપુલ ભાઈ, હરકીશન ભાઈ માવાણી, કે પી માવાણીની ઉપસ્થિતમા તરબૂચ અને સંતરાનુ વિતરણ કરવામા આવ્યું હતું.
