રાજપારડી ઓનર કિલિંગ મામલે 2 આરોપીઓની ધરપકડ

admin
1 Min Read

ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે ઓનર કીલીંગની બનેલી ઘટના બાદ પોલીસે ગણતરીની કલાકોમાં યુવતીના બે સગાભાઇને ઝડપી પાડ્યા છે. હિંગોરીયાના હેમંત વસાવાએ ઉમલ્લા ગામે રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેની અદાવત રાખીને આ દંપતિ પર સારસા ડુંગર પાસે જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં સરસ્વતીનું મોત થઇ ગયું હતું જ્યારે હેમંત વસાવા ગંભીર રીતે ઇજા પામ્યો હતો. ત્યારે આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને મૃતક યુવતીના બંને સગા ભાઇને ઝડપી પાડ્યા છે.ઉલેખનીય છે કે રાજપારડીના સારસા ડુંગર પાસે પ્રેમ લગ્નની અદાવતમાં દંપતી પર હુમલો થતાં પત્નીનું મોત નીપજ્યુ છે, જ્યારે પતિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રાજપારડી નજીક આવેલા હિંગોળીયા ગામમાં રહેતા અને લેબ ટેક્નિશિયનનું કામ કરતા હેમંત નરપતભાઈ વસાવાએ સરસ્વતી સાથે એક વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં. રાજપારડી સારસા ડુંગર નજીક દંપતિ પર જીવલેણ હુમલો થયો હતો. સારસા ડુંગર પાસે બાઇક પર જઇ રહેલા દંપતીને કારે ટક્કર મારી હતી. અને ત્યારબાદ બંને પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.

Share This Article