ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારર્થે સોમવારે સીએમ વિજય રૂપાણી ખેરાલુ પહોંચ્યા હતા. જ્યા ભાજપના ખેરાલુ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર અજમલજી ઠાકોરને જીતાડવા સીએમએ હાકલ કરી હતી. સીએમ વિજય રૂપાણીએ સભામાં નિવેદન કર્યું હતું કે, ભારત શ્રેષ્ઠ ભારત બનવા જઇ રહ્યું છે. કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. રાહુલ બાબાએ ખૂબ ઠેકડાં માર્યા પણ હિંમત હારીને બેઠા છે. રામ મંદિર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અયોધ્યાની સુનાવણી પૂર્ણ થવા આવી છે. એ સપનું પૂર્ણ થશે તેમ લાગે છે. કોંગ્રેસના વકીલોએ એમાં રોડાં નાખ્યા હતા. કાશ્મીરની જેમ સમસ્યાઓ સળગતી રહે આ જ ધંધો કોંગ્રેસે કર્યો છે. તો ગુજરાતમાં ઘણા કાયદાઓમાં સરકાર ફેરફાર લાવી છે અને દારૂબંધીને કડક બનાવી વ્યાપક પ્રમાણમાં દારૂ પકડીને નાશ કરી રહયા છે. ખેડૂતોને સંબોધતા સીએમએ જણાવ્યું હતું કે, આ વખતે પણ ટેકાના ભાવે ખરીદી કરવાના છીએ. આ પ્રચાર સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -