રાફેલને સોશિયલ મીડિયા પર પણ લોકોએ વધાવી લીધા

admin
2 Min Read

ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આજનો દિવસ ખુબ જ  ખાસ છે. આધુનિક ટેક્નોલોજીથી લેસ 5 ફાઈટર વિમાન રાફેલ આજે ભારતીય વાયુસેનામાં સામેલ થયા છે.  પાંચેય રાફેલ વિમાનોએ ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી તો કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ વિમાનો  હરિયાણાના અંબાલા પહોચ્યાં જ્યાં તેનું વોટર સેલ્યુટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર પણ દેશવાસીઓએ રાફેલ વિમાનને વધાવ્યા હતા.

ટ્વિટર પર #rafale સાથે યુઝર્સે ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ રાફેલના ભારતીય વાયુસેનામાં સામેલ થવાથી ભારતની તાકાતમાં વધારો થશે તેવી વાત પણ ઘણા યુઝર્સે કરી હતી.

મહત્વનું છે કે, આ ફાઈટર વિમાનોએ સોમવારે ફ્રાન્સીસી શહેર બોરદુના મેરિગ્નેક એરબેઝથી ઉડાણ ભરી હતી. વિમાન લગભગ 7000 કિમીનું અંતર કાપીને બુધવારે  અંબાલા એરબેઝ પહોંચ્યાં હતા.

આ વિમાનોમાં એક સીટવાળા 3 વિમાનો અને બે સીટવાળા બે વિમાન છે. અંબાલાની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો એટલુ જ નહીં કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, ઇન્ડિયન એરફોર્સને અપાર શક્તિ પૂરી પાડનાર રાફેલ વિમાનને તેની ઉડાન સૌથી ખતરનાક વિમાન બનાવે છે, 2130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડનાર રાફેલ વિમાન રડારથી બચવાની અદભૂત ક્ષમતા અને દૂરથી દુશ્મનો પર નજર રાખી તેમનો ખાતમો કરવામાં નિપૂર્ણ છે. રાફેલ યુદ્ધ વિમાન 4.5 પેઢીનુ વિમાન છે. ભારતીય વાયુસેનામાં સામેલ મિરાજ-2000 ત્રીજી કે ચોથી પેઢીના વિમાન છે.

ખાસ વિશેષતાઓને લીધે રાફેલને ચીનના અત્યાધુનિક J-20ને ટક્કર આપનાર માનવામાં આવે છે. સ્ટીલ્થ કેટેગરીનું ચીનના J-20 યુદ્ધ વિમાન વિશે દુનિયા પાસે ખાસ માહિતી નથી, પરંતુ રાફેલને હવાનો બાદશાહ કહેવામા આવી રહ્યુ છે.

Share This Article