મંજુસર ગ્રામપંચાયત કચેરીમાંથી ઝડપાયા જુગારી,૩૧ જુગારીઓને પકડ્યા, ૯૨,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત

admin
1 Min Read

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મંજુસર ગ્રામપંચાયત કચેરીમાં છાપો મારી જુગારધામ ઝડપી પાડતા રાજકિય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે મંજુસર ગ્રામપંચાયત કચેરીના રૂમ નંબર ૧૦૫૮માં છાપો મારી જુગાર રમતા ૩૧ જુગારીઓને ઝડપી પાડતા જુગારનો મુદ્દો સમગ્ર સાવલી પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઝડપાયેલા જુગારીઓમાં વિજયસિંહ વાઘેલા, વિનુ દેસાઈ ભીખા સોલંકી, અરવિંદ  સોલંકી, દિલીપ ચંદ્ર ચુનારા તેમજ ધર્મેન્દ્ર રમેશ વાઘેલા સહીત કુલ ૩૧ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરા ગ્ર‍ામ્ય એલસીબી પોલીસે જુગારીઓ પાસેથી  અંગઝડતીના ૬૮,૮૬૦, દાવ પરના ૨૩,૨૪૦ મળી કુલ રૂપિયા ૯૨,૧૦૦ ના મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. એલસીબી પોલીસે  ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ ભાદરવા પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો છે.  શ્રાવણ મહિનો એટલે જુગારીઓ માટે સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે ત્યારે પોલીસે પણ આ જુગારીઓ સામે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે.

Share This Article