લોકડાઉન વચ્ચે રોકડ લેવડ દેવડ થઇ ઓછી

admin
1 Min Read

ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ આજે વિશ્વને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.  કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી દેશવ્યાપી લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. જે 3 મે સુધી લાગુ રહેશે. લોકડાઉન શરુ થયા બાદથી દેશમાં  રોકડ લેવડ દેવડમાં ઘટાડો જોવા મળ્યો છે અને લોકો ડિઝિટલ ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતા થયા છે.

ભારતીય રિઝર્વ બેંકના ડેટા મુજબ, માર્ચમાં બેંકોના રિયલ ટાઇમ ગ્રૉસ સેલટમેન્ટ (RTGS) ટ્રાંજેક્શનમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે. માર્ચમાં RTGSના માધ્યમથી 120.47 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. જ્યારે ફેબ્રુઆરી 2020માં આ આંકડા ખાલી 89.90 લાખ કરોડ રૂપિયા જ હતા.

ઇન્ડિન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ બેંક ઇન્ડસ્ટ્રીના સુત્રોએ કહ્યું કે લોકડાઉનમાં કેશ અને તેના આધારિત સેવામાં ઘટાડો જોવા મળ્યો છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમથી કેસ નીકાળવામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસના પ્રકોપ વધવાથી મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અને નાની કંપનીઓના કર્મચારીઓને ઘરથી કામ કરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગ નિયમોના પાલન કરવાના કારણે માર્ચના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ડિઝિટલ ફાઇનેંશિયલ ટ્રાંજેક્શનમાં વધારો જોવા મળ્યો છે.

Share This Article