Instagram પર આ સમયે રીલ્સ કરો પોસ્ટ, તમને મળશે ઘણા બધા વ્યૂઝ

admin
3 Min Read

જો તમે Instagram પર રીલ્સને વાયર કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે અને હજુ પણ નિરાશ અનુભવી રહ્યાં છો, તો આ ટિપ્સ તમને કામ આવી શકે છે. વાસ્તવમાં ઘણા વપરાશકર્તાઓ રીલને વાયરલ કરવા માટે પૈસા પણ ખર્ચે છે, પરંતુ નકલી વ્યૂ અને લાઇક્સ ક્યાં સુધી કામ કરશે? આવી સ્થિતિમાં તમારે તમારી પ્રોફાઇલ પર મૂળ લાઇક્સ અને વ્યુઝ મેળવવાની જરૂર રહે છે. અહીં અમે તમને જણાવીશું કે તમે કોઈપણ વધારાના ખર્ચ વિના તમારી રીલ્સ પર સૌથી વધું વ્યૂ અને લાઈક્સ મેળવી શકો છો.

આ રીતે રીલ્સ પર વ્યૂઝ વધશે

આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આમ તો ઇન્સ્ટાગ્રામ રીલ્સને વાયરલ કરવાની કેટલીક રીતો છે, જેને અનુસરવાથી તમારી રીલ્સ વાયરલ થવાની સંભાવના વધી જશે. રીલને વાયરલ કરવાની એક રીત એ છે કે તમે યોગ્ય સમયે રીલ પોસ્ટ કરો, ટ્રેન્ડિંગ ગીતો પસંદ કરો, કન્ટેન્ટની ગુણવત્તા વગેરેનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જે સમયે રીલ પોસ્ટ કરી રહ્યા છો તે સમયે ઘણો ફરક પડે છે. હવે તમે વિચારતા હશો કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનો યોગ્ય સમય કેવી રીતે જાણી શકાય? તમને જણાવી દઈએ કે સાચો સમય ફક્ત તમારી ઇન્સ્ટા પ્રોફાઇલ પર જ બતાવવામાં આવે છે, તમારે તેને કેવી રીતે જોવું તે જાણવું જોઈએ.

Reel posts on Instagram at this time, you will get a lot of views

પોસ્ટ કરવાનો યોગ્ય સમય કેવી રીતે તપાસવો

આ માટે તમારે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે અહીં પ્રોફેશનલ ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે તમારા પેજની સંપૂર્ણ વૃદ્ધિ જોશો, જેની મદદથી તમે જાણી શકો છો કે 30 દિવસમાં તમારો Engagementનો દર કેટલો રહ્યો છે, કેટલા ફોલોઅર્સ વધ્યા છે કે ઓછા થયા છે અને કયા વય જૂથના વપરાશકર્તાઓ તમને વધુ જોવાનું પસંદ કરે છે.

જો તમે ટોટલ ફોલોઅર્સ પર ક્લિક કરશો અને સ્ક્રોલ કરીને સૌથી નીચે જશો તો તમને અહીં એક ગ્રાફ શો થશે, તેમાં તમને તમારા ફોલોઅર્સ વધુ સક્રિય રહે છે તે ટાયમિંગ શો થઈ જશે.

જો તમે અહીં ઉલ્લેખિત કોઈપણ સમયે રીલ પોસ્ટ કરો છો તો વધુ રીચ અને વ્યૂ મેળવવાની શક્યતાઓ હોય છે કારણ કે આ સમયે તમારા ફોલોઅર્સ વધુ સક્રિય રહે છે.

એક પરફેક્ટ રીલ બનાવો અને તેને અપલોડ કરો

જો તમે એવી રીલ બનાવો અને પોસ્ટ કરો કે જેને જોઈને યૂઝર્સ હળવાશથી ટિપ્પણી કરે, તો તમારે તમારી રીલ્સની ગુણવત્તા, યૂનિક, ટ્રેન્ડિંગ ગીત, સંબંધિત હેશટેગ, કેપ્શન, વીડિયો શીર્ષક વગેરેનું ધ્યાન રાખવું પડશે. જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો, તો તમે થોડા સમયમાં ગ્રોથ થતી જશો.

 

The post Instagram પર આ સમયે રીલ્સ કરો પોસ્ટ, તમને મળશે ઘણા બધા વ્યૂઝ appeared first on The Squirrel.

Share This Article