ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ

admin
1 Min Read

સર્ચ એન્જિન ગૂગલે પ્લે સ્ટોર પરથી 85 એપ્સ હટાવી દીધી છે. ગૂગલના સિક્યોરિટી રિસર્ચર્સે આ એપ્સમાં એક એડવેયર છુપાયેલો હોવાનું મળ્યું હતુ. આ એડલેયરમાં એવી એડ સામે આવે છે જેને બંધ કરવી મુશ્કેલ હોય છે. કંપનીએ જણાવ્યું કે હટાવવામાં આવેલી 85 એડવર એપ્સમાં મોટાભાગની ફોટોગ્રાફી અને ગેમિંગ એપ્સ હતી. આ એપ્સ 80 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.

જેમાં સુપર સેલ્ફી, કૉસ કેમેરા, પોપ કેમેરા અને વન સ્ટ્રોક લાઈન પઝલ એપ્સ સૌથી વધારે જાણીતી છે. રિપોર્ટ મુજબ આ એપ્સ વિવિધ અલગ અલગ ડેવલપર એકાઉન્ટ્સથી ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવામાં આવી હતી અને તેમના બિહેવિયર અને કોડ એક જેવા જ હતા. ટ્રેંડ માઈક્રો સિક્યોરિટી રિસર્ચર્સે જણાવ્યું કે, આ એડવેયર્સથી માત્ર જૂના વર્ઝનવાળા એન્ડ્રોઇડ ફોન જ પ્રભાવિત થશે.

આ પહેલા પણ ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એપ્સનો મામલો સામે આવ્યો હતો. ગત મહિને અપડેટ ફોર સેમસંગ નામથી એક નકલી એપ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. આ નક્લી એપનો લોકો સેમસંગની એપ સમજીને ડાઉનલોડ કરતા હતા.

Share This Article