જાણીતી સિંગર અને ગુજરાતી યુટ્યુબ સ્ટાર સાંત્વની ત્રિવેદી મેનેજમેન્ટને મળ્યું ISO સર્ટિફિકેટ

admin
1 Min Read

જાણીતી ગુજરાતી સિંગર અને યુટ્યુબ સ્ટાર સાંત્વની ત્રિવેદીને વધુ એક બહુમાન પ્રાપ્ત થયુ છે. સાંત્વની ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમને UK Ackreditering Certification Limited (UKAC) Board દ્વારા ISO સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. સાંત્વની ત્રિવેદી અને તેમની ટીમને UKAC દ્વારા આ સર્ટીફિકેટ સારી ગુણવત્તાવાળા કન્ટેન્ટ અને એક સારા ટીમ મેનેજમેન્ટના કારણે આપવામાં આવ્યું છે. UKAC દ્વારા આ ખ્યાતી મેળવનાર સાંત્વની ત્રિવેદી પ્રથમ ગુજરાતી ગાયિકા છે.

આપને જણાવી દઈએ કે, સાંત્વની ત્રિવેદીનું નામ આજે ગુજરાતીઓના ઘરે ઘરે જાણીતુ બની ગયું છે. તેમના લાખો પ્રશંસકો છે. તેમણે પોતાના સંગીત ક્ષેત્રના કરિયરની શરુઆત ડીજીટલ પ્લેટફોર્મથી કરી હતી. જેમાં તેઓ નવા નવા વીડિયો ગીત તેમજ લાઈવ પર્ફોમન્સના વીડિયો મુકતા હોય છે. તેમાંય હાલમાં જ નવરાત્રિના પર્વ પર રજુ કરવામાં આવેલ રાસ રમવાને શ્યામ જો આવે…છોગાળો રાસ….અને ઝંખે રમવા રાસ… જેવા ગીતો ખૂબ જ ધૂમ લોકપ્રિય થયા છે.

 

સાંત્વની ત્રિવેદીના યુટયુબ ચેનલ પર 2 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. આજના યુગના નવા ઉભરતા કલાકારોને કે જેમની પાસે ટેલેન્ટ છે તેમના માટે પ્રેરણારુપ બન્યા છે કે સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે તકની રાહ જોવા કરતા એ તક ક્યાંથી મળે એ ઝડપી લેવી તેમાં પણ ડિજિટલ પ્લેટફોર્મનું સાંત્વનીએ ઉત્તમ ઉદાહરણ આપ્યુ છે. જેના માધ્યમથી આજે તેમના લાખો પ્રશંસકો છે.

Share This Article