ઈન્ડિયા આઈડિયા સમિટ મારફતે ચીનને લપડાક

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત-અમેરિકા બિઝનેસ કાઉન્સિલના ઈન્ડિયા આઈડિયા સમિટને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણે બધાએ એકજૂટ થઈને એક સારુ ભવિષ્ય આપવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે, યૂએસઆઈબીસીના કારણે ભારતીય તથા અમેરિકી બિઝનેસમેન નજીક આવ્યા છે. આ સમ્મેલન એક સારા ભવિષ્યનું નિર્માણ કરશે.

(File Pic)

તેમણે કહ્યું કે, ભારત દુનિયાભરના લોકો માટે અવસરની ભૂમી બનીને બહાર આવ્યું છે. હાલના સમયમાં ગ્લોબલ ઈકોનોમિ દક્ષતા અને પરિસિથિતિઓને અનુકૂળ બનાવવા માટે કામ કરતી રહી છે. પરંતુ આ બધા વચ્ચે આપણે સૌથી મોટી વાત ભૂલી ગયા. તે એ છે કે, બહારની મુશ્કેલીઓ વિરુદ્ધ કેવી રીતે ફરી ઉભુ થવાય. તેમણે જણાવ્યું કે, ભારતે આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી એક સમૃદ્ધ દુનિયા અને મજબૂત દેશ તરફ એક પગલું ભર્યું છે અને તેના માટે અમે તમારી પાર્ટનરશિપની રાહ જોઈ રહ્યા છીએ. ઈન્ડીયા આઈડિયા સમ્મેલનમાં અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ગલવાન ઘાટીમાં 20 જવાનોની શહાદત પર તેમને ખુબ દુખ છે.

(File Pic)

પોમ્પિયોએ કહ્યું કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી એક ખતરો છે. તેમણે કહ્યું કે, અમેરિકા ચીન પર પોતાની નિર્ભરતા ઓછી કરશે, વિશેષ રીતે દવાઓના ક્ષેત્રમાં.

(File Pic)

ઈન્ડિયા આઈડિયાઝ સંમ્મેલનમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભારત અને અમેરિકાના સંબંધ પર વિચાર રજૂ કર્યા. તેમણે કહ્યું કે, ભારત અમેરિકા સાથે મળી દુનિયાને આકાર આપવા માટે સાથે કામ કરી શકે છે. બંને દેશોમાં મોટા એજન્ડા નક્કી કરવાની ક્ષમતા છે. સાથે તેમણે એ પણ કહ્યું કે, અમેરિકાને વધારે બહુધ્રુવિય દુનિયામાં કામ કરવાનું શીખવું પડશે. આપણે એ ગઠબંધનથી આગળ જવું પડશે, જે આજ સુધી ચાલતા આવ્યા છે.

Share This Article