ગણતંત્ર પર આ દેશના વડાપ્રધાન બનશે મુખ્ય અતિથિ, પીએમ મોદીએ મોકલ્યુ હતું આમંત્રણ

admin
1 Min Read

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન આગામી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના મુખ્ય અતિથિ હશે. આ જાણકારી બ્રિટનના વિદેશ મંત્રીએ આપી છે. તેઓએ કહ્યું કે ગણતંત્ર દિવસના પ્રસંગે જૉનસન ભારત આવશે. નોંધનીય છે કે જૉનસનને વડાપ્રધાન મોદીએ આમંત્રિત કર્યા હતા.

મળતી માહિતી મુજબ, PM મોદીએ 27 નવેમ્બરે ટેલીફોન પર વાતચીત દરમિયાન જૉનસનને ઔપચારિક રીતે આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ PM મોદીને 7 શિખર સંમેલન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેનું આયોજન આગામી વર્ષે બ્રિટનમાં થશે.  

મહત્વનું છે કે, બોરિસ જૉનસન 27 વર્ષમાં રાજપથ પરેડ પર મુખ્ય મહેમાન તરીકે આવનારા પહેલા બ્રિટિશ વડાપ્રધાન હશે. આ પહેલા 26મી જાન્યુઆરીની પરેડમાં મુખ્ય અતિથિના રૂપમાં અંતિમ બ્રિટનના પ્રમુખ જૉન મેજર 1993માં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રી સાથે મંત્રણા કરી હતી. બ્રિટનના વડાપ્રધાનની આ પ્રસ્તાવિત મુલાકાત બ્રેક્ઝિટને ધ્યાને લઈ માનવામાં આવી રહ્યું છે કે બ્રિટન ભારત જેવી અગ્રણી અર્થવ્યવસ્થાની સાથે વ્યાપાર સંબંધ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

Share This Article