બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડા હાલમાં ઘણી ફિલ્મો હાથમાં ધરાવે છે. જે પૈકી એક ફિલ્મ પંગા છે જે ૨૫મી જાન્યુઆરીના દિવસે રીલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે કંગના રનૌત પણ મુખ્ય રોલમાં જોવા મળશે. ઉપરાંત તેની પાસે જે ફિલ્મો હાથમાં છે તેમાં શકીલા અને ભોલી પંજાબન જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. એક ફિલ્મમાં તે સેક્સ વર્કરની ભૂમિકા અદા કરી રહી છે. શકીલા પર પણ એક ફિલ્મ બની રહી છે. રિચા આ ફિલ્મોમાં તેના દ્વારા હજુ સુધી અદા કરવામાં આવેલી ભૂમિકા કરતા અલગ ભૂમિકામાં જોવા મળશે.
તે પ્રથમ વખત આ પ્રકારની પડકારરૂપ ભૂમિકામાં જોવા મળશે. તેની પાસે મોટા ભાગની એવી ફિલ્મો છે જે સમાજ પર અસર કરી રહી છે. જેને લઇને મામલા સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચુક્યા છે. તેની પાસે રહેલી ફિલ્મોમાં ભોલી પંજાબનનો સમાવેશ થાય છે. તે બોલિવુડમાં પોતાની છાપ મુજબની ફિલ્મો મેળવી રહી છે. રિચા ચડ્ડાએ કહ્યુ છે કે દરેક નિર્માતા નિર્દેશકો સાથે કામ કરીને તે ખુશ છે. તેમની પાસેથી અનેક નવી બાબતો જાણવા મળે છે. રિચા પોતાની બોલિવુડમાં જે પ્રકારની છાપ છે તેને લઇને તે બિલકુલ પરેશાન નથી. તે સારી અને પડકારરૂપ ભૂમિકા અદા કરવા માટે હમેંશા ઉત્સુક રહી છે. તે તેની કેરિયરમાં હાલમાં જે પણ ફિલ્મો મળી છે તેનાથી ખુબ ખુશ છે.