વડાપ્રધાન મોદીએ ગુજરાતને આપી બે મોટી ભેટ

admin
1 Min Read

સોમવારે સવારે વડાપ્રધાન મોદીએ ગુજરાતીઓને સુરત અને અમદાવાદના ફેઝ 2 મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને બે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ 17મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો.

ત્યારે આજે સવારે 10.30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર તથા સુરતના ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાનારા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. હરદીપસિંહ પુરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ ગાંધીનગર સેકટર 13માં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાશે. મેટ્રો રેલના પ્રોજેક્ટને કાર્યરત કરવા માટે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન–GMRSની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રોરેલનો ફેઝ–ટુનો પ્રોજેક્ટનો ખર્ચ 5 હજાર 384 કરોડ રૂપિયા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના બાવીસ કિલોમીટરથી વધુના માર્ગ ઉપર 20 સ્ટેશનો તૈયાર કરાશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ અને ગાંધીનગરની 62 લાખ લોકવસ્તીને સલામત, ઝડપી તથા પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાનો લાભ મળશે.

Share This Article