રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામથી કરી 340 કરોડની કમાણી

admin
1 Min Read

દુનિયાના કરોડો ચાહકો ધરાવતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલ કરતાં તો વધારે કમાણી પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી દે છે. સ્ટડી પ્રમાણે 34 વર્ષીય રોનાલ્ડો એક વર્ષમાં સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આશરે 340 કરોડ રૂપિયાની કમાણી કરે છે. એક પોસ્ટ માટે રોનાલ્ડોને 6.9 કરોડ રૂપિયા મળે છે. રોનાલ્ડોને યુવેન્ટસ ફૂટબોલ ટીમ સાથે જોડાયા બદલ 242 કરોડ રૂપિયા મળ્યા છે. દુનિયામાં અન્ય સેલિબ્રિટી પણ છે, જે લોકો ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાણી કરે છે, જેમાં કાઇલી જેનર, સેલિના ગોમેઝ અને પ્રિયંકા ચોપરા સામેલ છે.

પરંતુ આ બધાની કમાણી રોનાલ્ડોની ઇન્સ્ટાગ્રામ કમાણી કરતાં ઘણી ઓછી છે. ઇન્સ્ટાગ્રામમાં સ્પોન્સર્ડ પોસ્ટથી કમાણી કરવાની બાબતમાં વિરાટ કોહલી પણ શામેલ છે.સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા કમાણી કરવાની બાબતે રોનાલ્ડો પછી બીજ નંબરે લિયોનલ મેસી છે. બાર્સેલોના ટીમના ફૂટબોલ પ્લેયરે 36 પોસ્ટથી 165 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ઇન્સ્ટાગ્રામથી કમાણી કરનાર સેલેબ્સનાં લિસ્ટમાં વિરાટ કોહલીનો 11મો નંબર છે. તેણે 1 વર્ષમાં સ્પોન્સર્ડ પોસ્ટથી આશરે 8.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Share This Article