સિરિયલનો હાઇએસ્ટ પેઇડ ઍક્ટર રોનિત રૉય ઑલમોસ્ટ છેલ્લા એક વર્ષથી દર અઠવાડિયે એક ટીવી-સિરિયલની ના પાડે છે. આ પાછળનું કારણ એ છે કે રોનિતને હવે લાગે છે કે ટીવી-સિરિયલોની નેવર-એન્ડિંગ વાર્તાના ટ્રેન્ડને કારણે એમાં હવે સત્ત્વ રહ્યું નથી. ટીવી હવે ખરા અર્થમાં ઇડિયટ બૉક્સ બની ગયું છે. ફિલ્મોમાં હીરો બનવા આવેલા રોનિત રૉયને પ્રૉપર બ્રેક મળ્યો નહીં એટલે તેની કરીઅર ઑલમોસ્ટ ખતમ થઈ ગઈ હતી, એવા સમયે ટીવીએ જ રોનિતને અમિતાભ બચ્ચન જેવી લોકપ્રિયતા અપાવી અને આજે એ જ રોનિત સિરિયલમાં કામ કરવા રાજી નથી. રોનિત રૉયે કહ્યું, ‘નવું કરવાનું કંઈ રહ્યું જ નથી. મને સતત એવું લાગતું હતું કે જો હું આ જ કરતો રહીશ તો મારી અંદરનો ઍક્ટર મરી જશે. ફાઇનલી મેં ના પાડવાનું શીખી લીધું. એવું નથી કે સિરિયલ નહીં કરું, પણ એ નક્કી છે કે કરીશ એ જ કામ જે મને પણ નવું શીખવે.’ રોનિત રૉયે છેલ્લે સુધીર મિશ્રાના ડિરેક્શનમાં બનેલી ‘હોસ્ટેજ’ વેબ-સિરીઝ કરી હતી. રોનિત રૉયે કહ્યું હતું કે ‘જરૂર હતી ત્યારે મેં ખૂબ દોડી લીધું, હવે સૅટિસ્ફૅક્શન મળે એવું કામ કરવું છે.’

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -