ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે શરુ થશે રોપેક્ષ સેવા

admin
1 Min Read

ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેના સ્ટ્રકચરનો તખ્તો ડીજી સી કનેક્ટ કંપની તૈયાર કર્યો છે. DG સી કનેક્ટ કંપની ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ચલાવતી હતી. ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં 3 ટ્રીપનું આયોજન કરવામાં આવશે. સુરત ખાતે હિરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ઘણા સૌરાષ્ટ્રના વેપારીઓ જોડાયાં છે. આમ આ રોપેક્ષ સેવા ફરી શરૂ થશે તો આ વેપારીઓ માટે ઘણા રાહતના સમાચાર રહેશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાને લઇને જાણકારી આપી હતી. આમ હવે ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ટૂંક સમયમાં શરૂ થાય તેવી સંભાવના છે. આ રોપેક્ષ સેવાને લઇને DG સી કનેકટ કંપીઓ સ્ટ્રકચરનો તખ્તો તૈયાર કરી દીધો છે.

આ કપંની જ ઘોઘા-દહેજ રોરો-ફેરી ચલાવતી હતી. ત્યારે ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં 3 ટ્રીપનું આયોજન કરવાનું વિચારમાં આવ્યું છે. ઘોઘા-હજીર વચ્ચેની રોપેક્ષ સેવાને ળઇને પેસેન્જર, વાહનોના દર કંપનીએ નક્કી કરી દીધા છે. કંપની દ્વારા જણાવામાં આવ્યું છે કે સરકાર તરફથી અમે લીલીઝંડીની રાહ જોઇ રહ્યાં છે. રોપેક્ષ સેવાથી ઘોઘાથી હજીરા 4 કલાકમાં પહોંચી જવાશે.

Share This Article