રશિયન રાષ્ટ્રપતિના ટિકાકાર વિપક્ષી નેતાને અપાયું ઝેર, હાલત નાજૂક

admin
1 Min Read

રશિયાના અગ્રણી વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરનાર તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર એલેક્સી નવલનીને ઝેર આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

(File Pic)

પુતીનના વિરોધી એલેક્સી નવલનીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમના એક પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, વિમાન યાત્રા દરમિયાન તેમની ચામાં કોઈએ ઝેર ભેળવી દીધુ હતું. જેના કારણે નવલનીને ઇમરજન્સી લેન્ડિંગ પછી ઓમ્સ્કની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં તે આઈસીયુમાં બેભાન અવસ્થામાં છે અને તેમની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યુ છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ચામાં ઝેર ભેળવી દેતા તે શરીરમાં ખૂબ ઝડપી ફેલાયુ છે. આ તમામની વચ્ચે પોલીસની એક ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી છે.

નવલનીને અતિ ઘાતક ઝેર આપવામાં આવ્યુ છે. જેઓ હાલ આઈસીયુમાં ભરતી છે. આ બનાવના પગલે રશિયામાં પણ ભારે હાહાકાર મચ્યો છે. તેમજ નવલનીના સમર્થકોમાં ભારે નારાજગી અને ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. મહત્વનું છે કે, એલેક્સી નવલની રશિયાના રાષ્ટ્રપતિ પુટિનની કટ્ટર વિવેચક રહ્યા છે.

Share This Article