બનાસકાંઠા : અંબાજી મંદિર ખાતે સુવર્ણ શિખર માટે 100 ગ્રામ સોનું દાન આવ્યું

admin
1 Min Read

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતાં અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે ત્યારે ભક્તો માતાજીનાં દર્શન કરવા દૂર દૂર થી આવી રહ્યાં છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનું સુવર્ણ શિખર દાન અમદાવાદ ના ભક્ત દ્વારા આપવામાં આવ્યું હતું અને આ સિવાય બીજા અન્ય ભક્ત દ્વારા 1 કિલો ચાંદી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન આવ્યું હતું જેની કુલ કિંમત 4 લાખ 80 હજાર થાય છે

અને આ દાન સુવર્ણ શિખર માટે આપવામાં આવ્યું હતુ.અમદાવાદ ના ભક્ત દ્વારા દાન આપવામા આવ્યુંહતું. આ સિવાય અમદાવાદના અન્ય એક ભક્ત દ્વારા 1 કિલો ચાંદી ભેટ આપવામાં આવીહતી જેની કુલ કિંમત 73 હજાર થાય છે આ બાબતે ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી દ્વારા મીડીયાને માહીતી આપવામાં આવી હતી

Share This Article