સાબરકાંઠા : વિજયનગર તાલુકામા વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદ શરૂ

admin
1 Min Read

સમગ્ર સાબરકાંઠાજિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ જેવો માહોલ પણ સર્જાયો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ની ચિંતા વધી ગઈ છે. ત્યારે આજે વિજયનગર તાલુકામા વાતાવરણમાં પલટો આવ્યાબાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. અહી ગામડાઓના વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ખુશી જોવા મળી હતી .વિજયનગર મોજાળીયાં રાજપુર નવાગામ સહિત મા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો..

. તો બીજી બાજુ વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી ત્યારે જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા અતિ ભારે વરસાદ 24 કલાક દરમિયાન પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે વધુ વરસાદ પડે તો ખેડૂતોના પાક પર ખૂબ મોટો ફાયદો થશે.

Share This Article