સાબરકાંઠા : જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા

admin
2 Min Read

વીઓ:૧
સાબરકાંઠા જીલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી સાથે સંક્રયેલા છે ત્યારે ચાલુ સાલે ચોમાસાના પહેલા વરસાદ બાદ જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ ખેત પાકોનું વાવેતર કરી લીધું છે પરંતુ વાવણી કરેલા પાકને સમાયંતરે સિંચાઈ ના મળતા ખેડૂતોના પાક મુરજાઈ રહ્યો છે… વાવેતર બાદ વરસાદ લંબાતા ખેડૂતો ચિંતિત બન્યા છે… જીલ્લામાં મોટા ભાગના ખેડૂતો પિયત સુવિધા ધરાવે છે તો કેટલાક ખેડૂતો બિનપિયત એટલે કે વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે ત્યારે હવે પાક વાવેતર બાદ વરસાદ લંબાતા પાક માં પિયત ના મળવાને લઈ પાક મુરજાઇ રહ્યો છે તો પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ સ્પીન્કલર પધ્ધતિ, દેશી પદ્ધતિ અને ટપક પધ્ધતિ અપનાવી પાક બચાવવા મથામણ કરી રહ્યા છે…

એક તરફ મોંઘા ભાવે બિયારણ ની ખરીદી કરી સારા ઉત્પાદનની આશાએ પાક વાવેતર તો કરી લીધું પરંતુ બીજી તરફ વરસાદ લંબાતા સિંચાઈ વિના પાક મુરજાઈ રહ્યો છે… ત્યારે ખેડૂતો સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા અથવા ખેડૂતોને આપવામાં આવતી આઠ કલાક વિજળીમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે… ત્યારે સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી 1 લાખ 35 હજાર 133 હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકોનું વાવેતર કરાયું છે જીલ્લામાં અત્યાર સુધી 62 હજાર 531 હેક્ટરમાં મગફળી અને 35 હજાર 107 હેક્ટરમાં કાપસનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હજુ પણ વરસાદ ખેંચાશે તો સિંચાઈ વિના ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં નુકસાન જવાની ભીતિ છે….

Share This Article