સાબરકાંઠા : તાઉતે વાવાઝોડાને લઈ અનેક નુકસાન સામે આવ્યા

admin
2 Min Read

તાઉતે વાવાઝોડાને લઈ રાજ્યમાં અનેક પ્રકારે નુકસાનો સામે આવ્યા છે ખેતીનો પાક હોય,ઝાડ હોય કે પછી કેટલાક વિસ્તારમાં કાચા મકાનો માં નુકસાની જોવા મળી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસવાને લઈ ખેતીના પાકોમાં નુકસાન જોવા મળ્યું છે.જિલ્લાના ખેડુતોએ મહા મુસીબતે તૈયાર કરેલા બાજરી,મગ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થવાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.મોંઘા બિયારણ અને રાસાયણિક દવા ખાતરની માવજત સાથે પકવેલા પાકો વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લઈ જમીન દોસ્ત થયા છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ 25768 હેક્ટરમાં ઉનાળુપાકનું વાવેતર કર્યું હતું જેમા બાજરી, મકાઈ, મગ, અડદ,તલ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું જેમાં બાજરીનું જિલલમાં 2515 હેક્ટરમાં વાવેતર થયું છે 3196 હેક્ટરમાં મગ નું વાવેતર થયું છે

તો ખેડૂતોએ 5181 હેક્ટરમાં શાકભાજીના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદને લઈ ઉભા પાકો જમીન દોસ્ત થયા છે સાથેજ શાકભાજી ના ખેતરમાં પાણી ભરાવાને લઈ શાકભાજીના પાકો માં નુકસાનની ભીતિ સર્જાઈ છે.ખેડૂતોએ ચાલુ સીઝનમાં બાજરીના પાકમાં આઠ થી દસ હજાર રૂપિયા ખર્ચે પાક તૈયાર કર્યો હતો પરંતુ પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે અને બાજરીના પાકમાં 20 હજાર રૂપિયા જેટલું એક વિધે નુકસાન થયું છે તો સાથેજ શાકભાજીમાં પણ 40 થી 50 હજાર રૂપિયાનું એક વિધે નુકસાન વર્તાયું છે ત્યારે હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ખેડૂતો મોઘવારીના માર પણ સહન કરી મહામુસીબતે પાક તૈયાર કર્યો હતો તો બીજી તરફ કુદરતી કહેરને લઈને ફરી એક વાર ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો પણ સરકાર સામે સહાયની આશા સેવી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોની વહારે આવશે કે પછી ખેડૂતોએ નુકશાનીનો માર સહન કરવો પડશે એ તો અગામી સમયજ બતાવશે…

Share This Article