સાબરકાંઠા : કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉડ્યા ધજાગરા

admin
1 Min Read

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્ય સરકારે 20 નગરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે. જોકે, તેમ છતાં કોરોનાના સંક્રમણ વચ્ચે કોવિડ 19 ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યુ નથી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પોસ્ટ ઓફિસ ખાતે સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. મળતી માહિતી મુજબ, હિંમતનગર ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં ખાતેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાયુ નહતું.

 

 

સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. મહત્વનું છે કે, સાબરકાંઠા જિલ્લામાં ગત 24 કલાકમાં વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણના પગલે વહિવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક ફરજીયાત પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે

Share This Article