સાબરકાંઠા : ચીમનીનો દરવાજો પીગળતા પતરાનો કરાતો ઉપયોગ

admin
1 Min Read

હિમતનગરમાં કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દીઓના મૃત્યુ થયા હતા. આવા સંજોગોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે પણ ભારે કફોડી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હિમતનગરમાં આવેલું સ્મશાનગ્રહમાં સતત કાર્યરત રહ્યું હતું અને પ્રતિદિન અનેક મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાઈ હતા. એટલું જ માત્ર નહીં હિમતનગરની આસપાસના નજીકના વિસ્તારોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારે હવે હિમતનગરના સ્મશાનમાં ચીમનીનો દરવાજો પીગળતા પતરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમાં કોરોનાને લઈને સ્મશાનમાં વધુ મૃતદેહો આવતા ચીમનીનો દરવાજો પીગળ્યો છે અહી સ્મશાનગૃહની સીએનજી સગડી રીપેરીંગને લઈને હાલમાં બંધ છે જેના પગલે પાચ પૈકી ચાર સગડીઓ હાલમાં કાર્યરત છે અને હાલમાં રોજના બે થી વધુ કોરોનાના મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરાય છે ત્યારે હિમતનગરના સ્મશાનમાં ચીમનીનો દરવાજો પીગળતા પતરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Share This Article