સાબરકાઠાં : ખેડબ્રહ્મા જૂની તાલુકા પંચાયતના ગોડાઉનમાં લાગી આગ

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના જુના બિલ્ડીંગમાં અચાનક આગ લાગી હતી. તે આગમાં તાલુકા પંચાયતનું રેકોર્ડ બળીને ખાખ થઇ ગયું હતું. આ આગની જાણ તાલુકા પંચાયતના સ્ટાફ મામલતદાર પ્રાંત અધિકારીને થતા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નગરપાલીકાના ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવામાં આવી હતી.ખેડબ્રહ્મા તાલુકા પંચાયતનું જુનું બિલ્ડીંગ આવેલું છે. આ જુના બિલ્ડીંગમાં વર્ષો જુનું રેકોર્ડ રાખવામાં આવ્યું હતું. આ રેકોર્ડ એક મોટા હોલમાં રાખવામાં આવ્યું છે. જ્યાં બારીઓ પણ તૂટી ગયેલી હાલતમાં છે. આજુબાજુ ઝાળીઝાખળા ઊગી ગયેલા છે.

 

આજે ધુમાડો નીકળતા આગળ આવેલી દુકાનોવાળાઓને ખબર પડતા તેમણે તાલુકા પંચાયતના કર્મચારીઓને જાણ કરી હતી. કર્મચારીઓને ખબર પડતા તેમણે તાલુકા પંચાયતના કર્મચારીઓને જાણ કરી હતી. કર્મચારીઓએ મામલતદાર જી.ડી. ગમાર પ્રાંત અધિકારી હાર્દ શાહને કરતા તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા હતા અને નગરપાલિકામાં જાણ કરતા નગરપાલીકાના કર્મચારીઓ ફાયર ફાઇટર સાથે આવી ગયા હતા. પરંતુ આગ વધુ લાગતા ઈડરથી ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા હતા. અને દોઢ કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે રેકોર્ડ બળીને નાશ થઇ ગયું હતું. ખેડબ્રહ્મા પી.એસ.આઇ. સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરી છે

Share This Article